દેશમાં લોકડાઉનનો પાંચમો તબક્કો આવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે,..આ 5-0 લોકડાઉન બે સપ્તાહનું હશે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે…

 

     ભારતમાં 25 માર્ચથી શરૂ કરવામાં આવેલા લોકડાઉનનો 4થો તબક્કો 31 મેના પૂરો થઈ રહ્યો છે. ચોથા તબક્કામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા. લોકોના જીનની ગતિવિધિ પુન શરૂ કરવા માટે સરકારે કેટલીક છૂટછાટો આપી હતી. આમ છતાં કોરોનાના નવા નવા કેસ સામે આવી રહ્યા હોવાથી સંપૂર્ણપણે લોકડાઉન ખતમ કરાય એવું હાલના સંજોગોમાં લાગતું નથી. આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, લોકડાઉનને ફરી બે સપ્તાહ માટે વધારવામાં આવે તેવી પૂરતી સંભાવના છે. 

   લોકડાઉનના આગામી પાંચમા તબક્કામાં કેન્દ્ર સરકારનું લક્ષ દેશના અગિયારેક શહેર પર ખાસ કેન્દ્રિત રહેશે. કોરોનાનાં સંક્રમણના કેસ મોટા શહેરોમાં વધવા માંડયા છે. લોકડાઉનના આ પાંચમા ચરણમાં જે જે મહત્વના શહેરોને આવરી લેવામાં આવ્યા છે તે શહેરોમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યોછે. આ શહેરોમાં દિલ્હી, મુંંબઈ, બેંગલુરુ, પૂણે, થાણે, ઈન્દોર, ચેન્નઈ, અમદાવાદ , જયપુર, સુરત અને કોલકાતાનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, કદાચ પાંચમા તબક્કાનું લોકડાઉન આ સહેરો પૂરતું જ સીમિત રહેશે. દેશમાં કોરોનાના કુલ 70 ટકા કેસ આ શહેરોમાં જ થયા છે. કન્ટેન્ટમેન્ટઝોનને બાદ કરતાં ધાર્મિક સ્થળો, સલૂન, જિમ વગેરેને ખોલવા અંગે છૂટછાટ અપાશે. જો કે મોલ અને મલ્ટી પ્લેક્સ, સ્કૂલ અને કોલેજ બંધ જ રખાશે લગન પ્રસંગો અને અંતિમ સંસ્કાર સમયે વધુ લોકોને હાજરી આપવાની છૂટ મળશે એવું કહેવાય છે, જો કે આઅંગે હજી કશી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.