દેશમાં બનશે ૭ નવા બુલેટ ટ્રેન કોરિડોર મંજૂર, હાઇસ્પીડ ટ્રેનની ઝડપ ૩૦૦ કિમી

 

નવી દિલ્હીઃ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચએસઆરસીએલ)એ હાઇસ્પીડ ટ્રેનોના કોરિડોરના ટેંડરના પહેલા સેટને જારી કર્યો છે. આ ટેંડર દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડનારી હાઇ સ્પીડ ટ્રેનોના કોરિડોરને લઇને છે. આ ટ્રેનના રુટનું અંતર આશરે ૮૮૬ કિમી રહેશે જેમાં વચ્ચે આવનારા જયપુર-ઉદયપુરનો પણ સમાવેશ કરાયો છે. રેલવે દેશભરમાં આવા આઠ રુટ પર હાઇ સ્પીડ દોડાવવા માગે છે. જેમાંથી અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનના કોરિડોરની કામગીરી શરૂ થઇ ગઇ છે અને હાલ કન્સ્ટ્રક્શન હેઠળ છે. જે ટેંડર બહાર પાડવામાં આવ્યા છે તેમાં રેલવે લાઇન વચ્ચે આવનારી કેનાલો, નદીઓ, રોડ-રસ્તા, હાઇવે અને બીજી રેલવે લાઇનો પરના ક્રોસિંગ બ્રિજના કન્ટ્રક્શનનો પણ સમાવેશ થાય છે. સાથે જ સરકારે દાવો કર્યો છે કે અમદાવાદ-મુંબઇ -થમ બુલેટ ટ્રેન -ોજેક્ટના કોરિડોરની કામગીરી ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આગામી છ મહિનામાં ૯૦ ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી લેવાશે