દેશમાં પ્રથમવાર તબીબી શિક્ષણ હિન્દીમાંઃ ગૃહમંત્રી દ્વારા પુસ્તક વિમોચન

 

મધ્યપ્રદેશઃ દેશમાં પહેલીવાર મધ્ય પ્રદેશમાં ઍમબીબીઍસનો અભ્યાસ હવે હિન્દીમાં થઈ શકશે. ઍમબીબીઍસના પાઠ્યક્રમના પુસ્તકો હિન્દીમાં તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભોપાલમાં રિમોટનું બટન દબાવીને ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું. દેશના ઈતિહાસમાં પહેલીવાર ઍમબીબીઍસના અભ્યાસમાં ઍક નવો અધ્યાય મધ્ય પ્રદેશથી જોડાયો છે. 

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્નાં કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ખુબ મહત્વપૂર્ણ દિવસ છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. આ દેશમાં શિક્ષણ ક્ષેત્રના પુર્નજાગરણની પળ છે. નવી શિક્ષણ નીતિમાં પ્રધાનમંત્રીઍ પ્રાથમિક શિક્ષણ, ટેક્નિકલ અને મેડિકલ શિક્ષણમાં બાળકોની માતૃભાષાને મહત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. શિવરાજ સિંહ સરકારે દેશમાં સૌથી પહેલા મેડિકલ શિક્ષણની હિન્દીમાં શરૂઆત કરીને પ્રધાનમંત્રી મોદીની ઈચ્છા પૂરી કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્નાં કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ગરીબ પરિવારના બાળકો, જે હિન્દી માધ્યમમાં ભણીને મેડિકલ કોલેજ સુધી પહોંચતા હતા પરંતુ અંગ્રેજીની જાળમાં ફસાઈ જાય છે. ઘણાઍ તો મેડિકલનો અભ્યાસ પણ છોડી દીધો કે પછી આત્મહત્યા સુધી પહોંચી ગયા. અનેક બાળકોઍ અભ્યાસ છોડ્યો. કારણ પૂછો તો ખબર પડી કે તેનું કારણ છે અંગ્રેજી. મે ઍક બાળકને પૂછયું કે શાળા કેમ છોડી તો તેણે રડતા કહ્નાં હતું કે મામા અંગ્રેજી ખબર પડતી નથી. હિન્દીમાં અભ્યાસ આવા બાળકો માટે કામ લાગશે. 

આ કામ તો આઝાદી બાદ જ થવું જોઈતું હતું, પરંતુ તે હવે થઈ રહ્નાં છે. અંગ્રેજો જતા રહ્ના, પરંતુ આપણને અંગ્રેજીના ગુલામ બનાવતા ગયા. અંગ્રેજી બોલો તો ઈમ્પ્રેશન પડે છે. આપણે આપણા મહાપુરૂષોનું પણ અપમાન કર્યું. તાત્યા ટોપે નગરને ટીટી નગર કહેવા લાગ્યા. 

આ અગાઉ ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે કહ્નાં કે અમે ફર્સ્ટના ૩ પુસ્તકોનું હિન્દીમાં અનુવાદ કર્યો છે. ૯૭ ડોક્ટરોની ટીમે તેના પર કામ કર્યું છે. અમે આગળના પાઠ્યક્રમોનું પણ હિન્દીમાં અનુવાદ કરીશું. મધ્ય પ્રદેશ પહેલું ઍવું રાજ્ય છે જે હિન્દીમાં મેડિકલનો અભ્યાસ કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here