દેશમાં નેશનલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું સર્વેક્ષણઃ મોટાભાગના રાજ્યાોના 53 ટકા લોકોની વડાપ્રધાન પદ માટેની પસંદ છે નરેન્દ્ર મોદી.

0
806

 

તાજેતરમાં આઈપીએસઓએસ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ભારતના મોટાભાગના રાજ્યોના લોકો આગામી લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદે જોવાનું પસંદ કરે છે.દેશના 53 ટકા લોકો નરેન્દ્ર મોદીને, તો 26.9 ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે ઈચ્છે છે. દક્ષિણના રાજ્યો -કેરળ, આંધ્રપ્રદેશ , તામિલનાડુના લોકો રાહુલગાંધીની તરફેણ કરે છે. પરંતુ તેલંગણાની પ્રજા મોદીને પસંદ કરે છે. દક્ષિણના રાજ્યો કરતાં અન્ય રાજ્યો મોદીના પક્ષમાં છે. આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશના 65 ટકા લોકો ફરીવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદે નિહાળવા માગે છે. ગુજરાતના 75 ટકા લોકોની પસંદગી નરેન્દ્રભાઈ જ છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશના કુલ 23 રાજ્યોના 320 સંસદીય બેઠકોના મત- વિસ્તારોના લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા.