દેશમાં ચીન જેવું વીજ સંકટ ઊભું થવાની સંભાવના : ઓદ્યોગિક ગતિવિધિ ઠપ થઈ જવાનો ભય ..

 

        દેશમાં ચીન જેવી વીજળી કટોકટી ત્રાટકવાની શક્યતા છે. દેશમાં વીજ ઉત્પાદન માટે પાવર પ્લાન્ટસ પાસે રહેલા કોલસાના સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં લગભગ લગભગ 70 ટકા વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે. એટલે વીજળીના ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે. પરંતુ રાહતની બાબત એ છે કે, સ્થાનિક ઉપભોકતાઓને આગામી થોડા મહિના સુધી વધુ ભાવ નહીં ચુકવવા પડે. તેમના વીજળી દર ત્યારે મોંઘા થશે, જયારે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને ..ભાવ વધારવા માટે રેગ્યુલેટર તરફથી મંજૂરી મળશે.