દેશમાં ખેડૂતો કરતા વેપારીઓના આપઘાતની સંખ્યા વધી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનો રિપોર્ટ

 

નવી દિલ્હીઃ સામાન્ય રીતે ખેડૂતોના આપઘાતના સમાચાર સાંભળવા મળતા હોય છે, પરંતુ વીતેલા વર્ષમાં દેશમાં ખેડૂતો કરતા વધુ વેપારીઓએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના (NCRB) એક રિપોર્ટ અનુસાર ૨૦૨૦ના એક વર્ષમાં દેશમાં કુલ ૧૧,૭૧૬ વેપારીઓએ આપઘાત કર્યા છે, જેની સામે ૧૦,૬૭૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કોરોનાના કાળમાં વેપાર-ઉદ્યોગની માંદી સ્થિતિના લીધે દેવામાં ડૂબેલા વેપારીઓએ જીવન ટૂંકાવી દેવાનો રસ્તો અપનાવ્યો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ફ્ઘ્ય્ગ્ના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૫માં દર ૧૦૦ વેપારીઓએ ૧૪૪ ખેડૂતોના આપઘાત નોંધાયા હતા. જ્યારે આ વખતે ૧૦૦ વેપારીઓએ ૯૧ ખેડૂતોના આપઘાત નોંધાયા હતા. મનોચિકિત્સક હરીશ શેટ્ટી જણાવે છે કે ઘણા વધુ લોકોએ આપધાત કર્યા હોઇ શકે છે, પરંતુ આપણે ત્યાં તેની જાણકારી મળતી નથી. ઘણીવાર તેને છુપાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૦માં વેપારીઓમાં આપઘાત કરવાનું પ્રમાણ ૨૯.૪ ટકા વધી ગયું હતું. જ્યારે તે વર્ષ ૨૦૧૯માં ૧૩.૩ ટકા હતું. જ્યારે ખેડૂતોમાં તે પ્રમાણ વર્ષ ૨૦૨૦માં ૩.૯ ટકા હતું. કોરોનાકાળમાં જ્યાં મોટાભાગના વેપાર ધંધા બંધ હતા ત્યાં અનાજ-કરિયાણું જેવી વસ્તુઓની માગ વધી હતી. જેને કારણે આ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોને એટલી આર્થિક તકલીફ પડી ન હતી જેટલી બીજા વેપારીઓને પડી હતી. જોકે, એવી ઘટનાઓ પણ બની જેમાં વેપારીઓને સમયસર ઘર પરિવાર અને મનોચિકિત્સકો કે મનોવૈજ્ઞાનિકોની મદદ મળી ગઇ અને તેઓ આ કપરાકાળમાંથી બહાર આવી શક્યા. પરંતુ આપણે ત્યાં હજુ મનોચિકિત્સકો કે મનોવૈજ્ઞાનિકો પાસે જવાનો કંઇક અંશે છોછ છે જેને કારણે લોકોએ સહન કરવું પડે છે. જોકે, હવે તો ઘણી ટેલિફોનિક હેલ્પલાઇન મળતી હોય છે તેની મદદ લઇ શકાય છે