દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે…

 

ભારતમાં કોરોનાનું સંક્રમણ ફરી પાછું શરૂ થઈ ગયું છે. નવા કેસોની સંખ્યા વધતી જાય છે. નવા નવા કેસોને લીધે પરિસ્થિતિ વધુ ભયંકર બનતી જાય છે. દેશના પંજાબ, મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાના 84 ટકા કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં સંક્રમણ 67 ટકા જેટલું વધ્યું છે.ખૂબજ ઝડપથી મહામારી વધતી હોવાથી હવે રાજયોને પ્રતિબંધો લાદવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રના મોટા મહાનગરોમાં- ખાસ કરીને મુંબઈ, પૂણે, નાસિક નાગપુર વગેરેમાં કેસની સંખ્યા વધતી જાય છે.