દેશમાં કોરોના કેસો ૭૩ લાખને પારઃ મહારાષ્ટ્રમાં ૧૫ લાખથી વધુ પોઝિટીવ

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર થોડા અંશે ઓછો થયો છે તેવું નજરે પડી રહ્યું છે કારણ કે લાખ-પોણા લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા હતા તેમાં હવે ઘટાડો નોંધાયો છે અને રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં ૬૭,૮૧૧ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા જ્યારે તેની સરખામણીમાં ૮૧,૫૮૨ દર્દીઓ રિકવર થયા છે તથા ૬૯૦ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. 

અત્યાર સુધી કુલ ૭૩,૦૫,૦૯૦ કોરોના કેસો નોંધાયા છે જેની સરખામણીમાં ૬૩,૮૦,૦૦૦થી વધુ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે ૧,૧૧,૩૧૧ લોકોએ કોરોના વાઇરસનાં કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

તમામ રાજ્યો મળીને બુધવારના રોજ ૧૧,૩૬,૧૮૩ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જ્યારે કોરોનાકાળ દરમિયાન અત્યાર સુધી કુલ ૯,૧૨,૨૬,૩૦૫ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં આ મહામારીને માત આપનાર દર્દીઓ ભારતમાં છે જ્યાં કુલ ૬૩,૮૦,૦૦૦ લોકો રિકવર થઈ ચૂક્યા છે. રિકવરી રેટની વાત કરીએ તો ૮૭.૪ ટકાનાં દરે લોકો રિકવર થઈ રહ્યા છે જ્યારે મૃત્યુદર ૧.૫ ટકા જેટલો છે.

કુલ કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો તેમાં ઘટાડો નોંધાયો છે. એક્ટિવ કેસનાં હાલ ૮,૧૨,૧૯૨ દર્દીઓ છે. દેશભરમાં સૌથી વધુ કોરોના કેસો મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે એવું કહી શકાય કે સૌથી કોરોનાગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે, જ્યાં દિનપ્રતિદિન હજારોની સંખ્યામાં કોરોના કેસો નોંધાઈ રહ્યા હતા જેમાં પણ ઘટાડો નોંધાયો છે. 

છેલ્લાં ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૦,૫૫૨ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે તેની સરખામણીમાં વધુ ૧૯,૫૧૭ દર્દીઓ કોરોના વાઇરસને માત આપવામાં સફળ રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ ૧૫,૫૪,૩૮૯ કોરોના કેસો નોંધાયા છે, જ્યારે ૧૩,૧૬,૦૦૦ જેટલા દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે.

તે સિવાય આંધ્રપ્રદેશમાં ૩,૮૯૨, તમિલનાડુમાં ૪,૪૬૨, કર્ણાટકમાં ૯,૨૬૫, ઉત્તરપ્રદેશમાં ૨,૫૯૩, દિલ્હીમાં ૩,૩૨૪, પરશ્રમ બંગાળમાં ૩,૬૭૭, ઓડિસામાં ૨,૬૦૪, તેલંગાનામાં ૧,૪૩૨, કેરેલામાં ૬,૨૪૪, બિહારમાં ૧,૨૪૮, આસામમાં ૧,૪૨૭, ગુજરાતમાં ૧,૧૭૫, રાજસ્થાનમાં ૨,૦૨૧, હરિયાણામાં ૧,૨૦૫, મધ્યપ્રદેશમાં ૫,૫૧૫, પંજાબમાં ૫૪૯, છત્તીસગઢમાં ૨,૮૩૦, ઝારખંડમાં ૬૩૩, જમ્મુ-કાશ્મીરમાં ૭૦૧, ઉત્તરાખંડમાં ૪૨૯, ગોવામાં ૩૫૬ અને પોંડુચેરીમાં ૨૪૧ કેસો છેલ્લાં ૨૪ કલાકમાં નોંધાયા છે.

દેશમાં સર્વાધિક કોરોનાથી મોત મહારાષ્ટ્રમાં થઈ રહ્યા છે ગત ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૫૮ મોત, આંધ્ર પ્રદેશમાં ૨૮, તમિલનાડુમાં ૫૨, કર્ણાટકમાં ૭૫, ઉત્તરપ્રદેશમાં ૪૧, દિલ્હીમાં ૪૪, પશ્ચિમ બંગાળમાં ૬૪, ઓડિસામાં ૫, તેલંગાનામાં ૮, કેરેલામાં ૨૦, બિહારમાં ૬, આસામમાં ૪, ગુજરાતમાં ૧૧, રાજસ્થાનમાં ૧૫, હરિયાણામાં ૧૩, મધ્યપ્રદેશમાં ૧૫, પંજાબમાં ૩૧, છત્તીસગઢમાં ૩૩, ઝારખંડમાં ૬, જમ્મુ-કાશ્મીરમાં ૧૨, ઉત્તરાખંડમાં ૧૪, ગોવામાં ૫ અને પોંડુચેરીમાં ૧ લોકો કોરોનાનો ભોગ બન્યા છે.