દેશમાં કોરોનાનું સંક્રમણ માઝા મૂકી રહ્યું છે …આવા માહોલમાં સરકારની નીતિઓ પર સવાલ ઊઠાવતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી.. જનતા જવાબ માગે છે.. જનતા ન્યાય માગે છે.. 

 

 અરજદાર દીપક આનંદ મસીહે તેમની સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, પશ્ચિમના દેશોમાં કોરોના વેકસીન તૈયાર કરવામાં આવી તેની પડતર કિંમત 150-200 રૂપિયાથી વધારે નથી. પણ આપણા દેશમાં તે રસી 600 રૂપિયાની કિંમતે સામાન્ય વ્યક્તિને આપવામાં આવી રહી છે. હવે જયારે રસીકરણના 3જા તબક્કામાં રસી 18 વરસથી વધુ વયનાને આપવાનો નિર્ણય કરાયો છે ત્યારે તેની કિંમત પણ વધારી દેવામાં આવી છે. એક અંદાજ મુજબ, દેશમાં આશરે 80 કરોડ લોકોને રસીના બે ડોઝ આપવાના છે. આથી આ રસીકરણનું ગણિત 32 હજાર કરોડના કૌભાંડનો નિર્દેશ કરે છે. અરજદારે તેમની  અરજીમાં એવું જણાવ્યું હતું કે, વડાપ્રધાને નેશનલ સાયન્ટિફિક ટાસ્ક ફોર્સતો બનાવી લીધી પણ ગત ફેબ્રુઆરી- મા4ચ મહિનાઓમાં એ અંગે એક પમ ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી નથી, કારણ કે કેટલાક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી. દેશમાં ગયા ઓકટોબર મહિનામાં જ જિનોમ સિકવસિંગ લેબોરેટરી ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાની વાત કહેવામાં આવી હતી, તે પછી હજી સુધી એની શરૂઆત કેમ કરવામાં નથી આવતી…લોકડાઉનમાં કડક અને સચોટ નીતિઓ બનાવીને તે નીતિઓને પૂરેપૂરી કડકાઈથી અમલ કરાવવાની જવાબદારી સરકારની હતી, પરંતુ એ માટે કશું નક્કર આયોજન કરવામાં આવ્યું નહિ, ને સમય વ્યતીત થઈ ગયો. કોરોનાનું સંક્રમણ અને તબીબી તેમજ સારવારની અરાજકતાભરી પરિસ્થિતિ સર્જાઈ. આ સમસ્યા માટે સંસાધનો કરતાં સરકારી નીતિઓ વધુ જવાબદાર છે. અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે, સરકારને તાત્કાલિક સાચી નીતિઓ બનાવીને તેનો યુધ્ધના ધોરણે અમલ કરવાનો સુપ્રીમ કોર્ટ આદેશ આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here