દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. …

 

     દેશમાં અત્યારસુધીમાં કુલ 4 લાખ, 74 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત હોવાની માહિતી સત્તાવાર સમાચાર સૂત્રોએ આપી હતી. જો કે દેશમાં 2 લાખ, 71 હજાર, 688 દર્દીઓ  સારવાર લઈને સાજા થયા છે. દેશભરમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. મહારાષ્ટ્રમાં 6 હજારથી વધુ લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયાં છે. દિલ્હીમાં 70 હજારથી વધુ લોકો કોરોનાના સકંજામાં આવી ગયા હતા. બે હજારથી વધુ દર્દીઓના મૃત્યુ થયાં હતા. 

    દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તેમજ દિલ્હીની સરકારને એવી હોસ્પિટલો પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છેકે, જે કોરોનાના દર્દીઓની સારવાર માટે બેડની (પથારીની) સંખ્યા બાબત રિયલ ટાઈમ અપડેટ આપતાં નથી. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, દિલ્હી સરકાર એક અધિકારીની નિમણુક કરે, જે પરસ્પર- માહિતીનું આદાન- પ્રદાન સ્થાપિત કરે, જેથી સરકાર અને હોસ્પિટલ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન ગેપ ના રહે.