દેશમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર: ફરીથી લોકડાઉન થઈ શકવાની સંભાવના .. 

 

          નોમુરા રિસર્ચ ફર્મે કરેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છેકે, ભારતનું સ્થાન વિશ્વના એ 15 દેશોમાં છે, જેમાં છુટછાટ આપવાને લીધે કોરોના સંક્રમણની ઝડપ વધી શકે છે. ભારત હાલ ડેન્જરસ ઝોનમાં છે, ત્યાં કોરોનાનો સેકન્ડ વેવ- ફરી નવો સંક્રમણ તબક્કો શરુ  થાય એવી સંભાવના દેખાઈ રહી છે. ભારતે 1 જૂનથી લોકડાઉનના પાંચમા તબક્કા દરમિયાન છુટછાટ આપવાની શરૂઆત કરી દીધી હતી. જેના કારણે દેશમાં સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. આ દાવો નોમુરા રિર્ચ પર્મે પોતાના એનાલિસિસમાં કર્યો હતો. રિસર્ચમાં લોકોની અવરજવરને કેસ વધવા માટેનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. વિશ્વના કોરોના ગ્રસ્ત દેશો પોતાના અર્થતંત્રને ફરીથી ગતિશીલ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 17 દેશો એવા છેકે જયાં છુટછાટને લીધે કશા નકારાત્મક પરિણામ જોવા મળ્યા નથી. જયારે 13 દેશોમાં કોરોના પરત ફરવાની આશંકા લાગી રહી છે. અને 15 દેશ એવા છે, જયાં કોરોનાનો બીજો નવો તબક્કો – સેકન્ડ વેવ આવવાની પૂરી આશંકા દેખાઈ રહી છે. લોકડાઉનમાં છૂટ આપવાથી બે પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અમેરિકા જેવા દેશમાં લોકડાઉનમાં છૂટ આપ્યા બાદ લોકોની અવરજવરમાં વધારો થયો અને રોજના કેસોમાં સામાન્ય વધારાની સાથે વ્યવસાયિક સેવાઓ શરૂથઈ ગઈ છે. ઝેના કારણે સામાન્ય જનજીવન ગતિશીલ બની રહ્યું છે. લોકોના મનમાંથી ભયનો માહોલ એછો થઈ ગયો છે. જેમ જેમ નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાતો જશે તેમ તેમ લોકોમાંં પોઝિટિવ ફિડબેક જશે. તેનાથી વિપરીત, બીજી પરિસ્થિતિ ખરાબ છે. જયાં કોરોના કર્વ ફલેટનથી, જયાં નવા કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે ત્યાં લોકોના મનમાં ભય વધી રહ્યો છે. પરિસ્થિતિ વધુ બગડતી દેખાશે તો પુન લોકડાઉન લાદવાની સંભાવના છે.