દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પણ WHOના વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને ચિંતા થાય એવું નિવેદન કર્યું …!!

 

   વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનનું નિવેદન ચિંતા પ્રેરક છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કોરોના એક પ્રકારે મહામારીની સ્થાનિકતાના ચરણ ( એન્ડેમીકસ્ટેજ) માં પ્રવેશ કરી રહ્યો છે. જેમાં નિમ્ન તેમજ મધ્યમ સ્તરનું સંક્રમણ ચાલુ છે. સ્થાનિક અવસ્થા ત્યારે આવે છેકે જ્યારે કોઈ વસ્તી વાયરસ સાથે જીવવાનું શીખી લે છે. આ સ્થિતિ મહામારીના તબક્કાથી અલગ છે.  જેમાં વાયરસ વસ્તી પર કાબૂ મેળવી લે છે. એનો અર્થ એ છેકે , ભારતે હજુ કોરોના વાયરસ થી છૂટકારો મેળવવા બહુ રાહ જોવી પડશે. સ્વામીનાથને જણાવ્યું હતું કે,ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં વસ્તીની વિવિધતા અને ઈમ્યુનિટીની સ્થિતિને કારણે આમ થઈ રહ્યું છે. એ પણ શક્ય છે કે, આ ચડાવૃ ઉતારની સ્થિતિ આવી જ રીતે ચાલુ રહે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, 2022ના અંત સુધીમાં આપણે 70 ટકા સુધીના લક્ષ્યને હાંસલ કરી લઈશું. ત્યારબાદ દેશમાં પરિસ્થિતિ સામાન્ય – રાબેતા મુજબની થઈ શકે છે.