દેશમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં આંશિક ઘટાડોઃ નવા ૩૪૫૧ કેસ

 

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડના ૩૪૫૧ કેસો સામે આવ્યા છે, જે આગલા ૨૪ કલાકમાં નોંધાયેલા ૩૮૦૫ સંક્રમણની સરખામણીમાં ઓછા છે. આ સમયમાં કોરોનાના ૪૦ લોકોનાં મૃત્યુ થયાં છે. દેશમાં સક્રિય મામલા વધીને ૨૦,૬૩૫ થઇ ગયા છે, જે દેશનાં કુલ્લ પોઝિટિવ કેસોના ૦.૦૫ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૭૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સામે કુલ્લ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૫,૫૭,૪૯૫ થઇ ગઇ છે. ભારતનો રિકવરી દર ૯૮ ટકા, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ્લ મામલાની સંખ્યા વધીને ૪,૩૧,૦૨,૧૯૪ થઇ ગઇ છે અને આ મહામારીના કારણે જીવ ગુમાવનારાનો કુલ્લ આંકડો ૫,૨૪,૦૬૪ થઇ ગયો છે. વિશ્વમાં સંક્રમણના ૫૧.૭૧ કરોડથી વધુ મામલા નોંધાવામાં આવ્યા છે અને અત્યાર સુધી ૬૨.૫૦ લાખથી વધુ લોકોનું મૃત્યુ થયું છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ્લ ૩,૬૦,૬૧૩ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે કુલ્લ મળીને ૮૪.૦૬ કરોડ થઇ ગયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here