દેશમાં કોરોનાઍ પકડી ગતિ મહારાષ્ટ્રમાં ૩૦૦૦, દિલ્હીમાં ૮૦૦ નવા કેસ

 

નવી દિલ્હીઃ દેશમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્ના છે. દેશની રાજધાની દિલ્હીમાંજ્યાં દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે તો મહારાષ્ટ્રમાં દરરોજ બે હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્નાં છે. દિલ્હીમાં ફરી કેસનો આંકડો ૮૦૦ને પાર પહોંચી ગયો છે. 

રાષ્ટ્રીય રાજધાનીમાં ૫૫૬ લોકો સાજા થયા છે અને કોઈનું મોત થયું નથી. વર્તમાનમાં દિલ્હીમાં કોરોનાના ૨૨૪૭ ઍક્ટિવ કેસ છે, તો મૃત્યુદર ૪.૧૧ ટકા રહ્ના છે. દિલ્હીમાં અત્યાર સુધી ૧૯,૧૨,૦૬૩ કેસ સામે આવ્યા છે, જ્યારે સારવાર બાદ ૧૮,૮૩,૫૯૮ દર્દી સાજા થયા છે. રાજધાનીમાં અત્યાર સુધી ૨૬,૨૧૮ દર્દીના મોત થયા છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાની વાત કરીઍ તો ૨૯૪૬ નવા કેસ સામે આવ્યા જ્યારે ૧૪૩૨ દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી બે મોત થયા છે. તો રાજ્યમાં ૧૬ હજાર ૩૭૦ ઍક્ટિવ કેસ છે. આ વચ્ચે દેશમાં પણ કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્ના છે. નવા કેસનો આંકડો ૮ હજારને પાર પહોંચી ગયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૨૯ નવા કોરોનાના કેસ સામે આવ્યા, જે કાલની તુલનામાં ૭૪૫ કેસ સામે આવ્યા છે. આ ઉછાળા બાદ દેશમાં ઍક્ટિવ કેસ ૪૦,૩૭૦ થઈ ગયા છે, જે દેશના કુલ ઍક્ટિવ કેસના ૦.૦૯ ટકા છે. તો છેલ્લા ૨૪ કલાકમાં  ૩,૪૪,૯૯૪ ટેસ્ટમાં દૈનિક સકારાત્મકતા દર ૨.૪૧ ટકા જોવા મળ્યો છે. આ સિવાય સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧.૭૫ ટકા નોંધાયો છે.