દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયાઃ કોરોનાના કેસમાં વધારો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના 9,355 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 26 નવા મૃત્યુ બાદ દેશમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,424 થઈ ગઈ છે. જો કે ગત દિવસ કરતા કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના 9,629 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી 29 લોકોના મોત થયા હતા. આ મોતમાં એકલા કેરળના 10 દર્દીઓ સામેલ હતા. જાહેર થયેલા આંકડા બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 57,410 થઈ ગઈ છે. દૈનિક પોઝીટીવીટી દર 4.08 ટકા અને સાપ્તાહિક પોઝીટીવીટી દર 5.36 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. આ આંકડો વધીને 4,43,35,977 થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 220,66,54,444 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 4,358 લોકોને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોવિડ કેસની કુલ સંખ્યા 4.49 કરોડ પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કુલ કોરોના કેસની સંખ્યા 20,36,196 થઈ ગઈ છે. હાલમાં 4708 એક્ટિવ કેસ છે. રાજસ્થાનમાં કોરોનાના 498 નવા કેસ નોંધાયા છે. દેશભરમાં 26 મૃત્યુના આંકડામાં એકલા કેરળમાં 6 મૃત્યુ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 627 નવા કોવિડ કેસ નોંધાયા છે જેમાં બુલંદશહરમાં એક મૃત્યુ નોંધવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં પોઝીટીવીટી દર 1.63 ટકા છે.