દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા છે

 

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે બંગાળમાં પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીએ તમામ રાજકારણીઓને પણ જંગી સભાઓ યોજવાના પરિણામો (કોરોનાનો ફેલાવો) અંગે વિચારવા સલાહ આપી છે. તેમણે ટિવટર પર દેશમાં વધતા કોરોનાના કારણે રાહુલે ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પોતાની ચૂંટણી સભાઓ રદ કરી

જણાવ્યું હતું કે, કોવિડની પરિસ્થિતિને પગલે હું પશ્ચિમ બંગાળમાં મારી તમામ ચૂંટણી સભાઓ સ્થગિત કરું છું. હાલની પરિસ્થિતિમાં મોટી  રેલીઓ યોજવાના પરિણામો અંગે અન્ય નેતાઓ પણ વિચાર કરે. દેખીતી રીતે પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાઓની જંગી મેદની સાથેની સભાઓના ઉલ્લેખમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોએ વિચારવું જોઇએ કે, આવા સમયે મોટી સભાઓ યોજવાથી દેશને કેટલો ખતરો છે