દેશભરમાં કોરોનાના કેસઃ મહારાષ્ટ્રમાં 50 ટકાથી વધારે છે…

 

   દેશભરમાં દરરોજ વિક્રમજનક કેસ જુદા જુદા રાજ્યના શહેરોમાં સામે આવી રહ્યા છે. એક અંદાજ મુજબ, આગામી 30 એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 11 લાખનો આંક પાર કરી જાય તેવી સંભાવના છે. મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. મુંબઈ અને પૂણેની હાલત વધુ ચિ્ંતાજનક છે. હોસ્પિટલોમાં અત્યારથી જ બેડની અછત વરતાઈ રહી છે. ઓકસીજનની પણ ઘટ પડવાના એંધાણ વરતાઈ રહ્યા છે. રાજયમાં અત્યારે 5 લાખ કેસોના 40 ટકા જ હોસ્પિટલોમાં ભરતી છે., પરંતુ 80 ટકા આઈસોલેશન બેટ ભરાઈ ચુક્યા છે. જો કોરોનાના સંક્રમણની ચેઈનને તાત્કાલિક અસરથી તોડવામાં નહિ આવે તો સંક્રમણ આંકડો મર્યાદા વટાવીને સહુના જીવનને જોખમમાં મૂકી દેશે