દેશભરના ખેડૂતો દિલ્હીમાં ઉમટી રહ્યા છેઃ દેવામાંથી મુક્તિ અને પાકની ઉપજના ભાવતાલ સ્વામીનાથન આયોગની ટેકનિકના આધારે સુનિશ્ચિત કરવા ખેડૂતો માગણી કરી રહ્યા છે.

0
805

ખેડૂતોના આશરે 200 જેટલાં સંગઠનો એકત્ર થયા છે. બે દિવસ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. દિલ્હીના રામલીલા  મેદાનમાં ખેડૂતોનો મેળો જામ્યો છે. કુલ 21 રાજકીય પક્ષો ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે. જમ્મુ- કાશ્મીર, મેધાલય, ગુજરાત, કેરળ સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો અહીં આવ્યા છે. તો આવતીકાલે 30મી નવેમ્બરના રામલીલા મેદાનથી સંસદ ભવન સુધી રેલી કાઢવાના છે. ખેડૂતોના સંગઠનના સંયોજક વી. એમ. સિંહે કહ્યું છે કે, અમે અમારી માગણીઓ બાબત વડાપ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે. જો સરકાર જીએસટી અંગે સંસદનું ખાસ સત્ર બોલાવીને રજૂઆત કરી શકતી હોય તો ખેડૂતોની માગણી અંગે પણ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. દિલ્હીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતોની આ રેલીને કારણે દિલ્હીમાં વાહન- વ્યવહારનું નિયમન મુશ્કેલ બની રહ્યું છે.