દેશને મળ્યા નવા CDC  લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ

 

નવી દિલ્હીઃ ભારત સરકારે સરકારે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને નવા ચીફ અોફ ડિફેન્સ સ્ટાફ (ઘ્ઝ઼લ્) તરીકે વરણી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નોંધનીય છે કે જનરલ બિપિન રાવતનું ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તામિલનાડુના કુન્નુરમાં લગભગ ૧૨ઃ૨૦ વાગ્યે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. જનરલ બિપિન રાવતના મૃત્યુના સમાચાર ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સત્તાવાર બન્યા હતા. તેઓ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ઍટલે કે ઘ્ઝ઼લ્ હતા. જોકે, હવે જવાબદારી લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને સોંપવામાં આવી છે, જે ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિગઈનચીફ રહી ચૂંક્યા છે. તેમણે સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પદ સંભાળ્યું હતું. તેઓ ભારતીય સેનાના ડીજીઍમઓ રહી ચૂક્યા છે. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણે ૧૯૮૧ થી ૨૦૨૧ સુધી સેનામાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ મળ્યા છે.