દેશનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેકિંગ રાજ્ય કેરળ બન્યું

 

કેરળ: મુખ્યપ્રધાન પિનરાઇ વિજયને કેરળને ડિજિટલ બેકિંગને સંપૂર્ણ રીતે લાગુ કરનાર દેશનું પ્રથમ રાજય જાહેર કર્યુ. કેરળ રાજયના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક બચત અને ચાલુ બચત ખાતુ ડિજિટલ કરનાર પ્રથમ રાજય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ માન્યતા રાજયની અર્થવ્યવસ્થાને વેગ આપશે.

૨૦૨૧માં ત્રિશૂર સંપૂર્ણ ડિજિટલ બેકિંગ લાગુ કરનાર રાજયનો પ્રથમ જિલ્લો બન્યો. ત્યારબાદ કોટ્ટયમે સંપૂર્ણ ડિજિટલ બેકિંગ પણ લાગુ કરી. આનાથી પ્રેરિત થઇન, રિઝર્વ બેંક અને સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજયમાં વિસ્તારવામાં આવ્યું હતું અને હવે તેનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયને આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશાસન સંસ્થાઓ દ્વારા સામાજીક હસ્તક્ષેપ તેમજ બેંકિંગ ક્ષેત્રમાં માખળાગત વિકાસ અને તકનીકી વિકાસને કારણે આ સિદ્ઘ શકય બની છે. હું તે તમામ લોકોને અભિનંદન આપવા માંગું છું જેણે તેની પાછળ કામ કર્યુ છે. તેમણે કહયું કે ડિજિટલ સેવાઓને સાર્વત્રિકરીતે સુલભ બનાવવા માટે, આપણે એ સુનિશ્ર્ચિત કરવાની જ‚ર છે કે ડિજિટલ વિભાજન સંપૂર્ણપણે દૂર થાય. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે રાજય સરકારનો મહત્વકાંક્ષી કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક પ્રોજેકટ, જે લગભગ ૯૦ ટકા પૂર્ણ છે, તે ડિજિટલ વિભાજનને સેતુ કરશે. રાજયમાં દરેક વ્યકિતને સરખું નેટવર્ક મળશે. 

વિજયને કહ્યું કે કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક રાજયમાં બધા માટે ઇન્ટરનેટ સુવિધા સુનિશ્ર્ચિત કરશે અને ૧૭,૧૫૫ કિમી લાંબુ ઓપ્ટિક ફાઇબર કેબલ નેટવર્ક નાખવામાં આવ્યું છે. એકવાર પ્રોજેકટ પૂર્ણ થઇ ગયા પછી, રાજયમાં દરેકને પરવડે તેવા ખર્ચ અથવા મફતમાં ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે. 

આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ માહિતી આપી હતી કે કેરળને ડિજિટલ ક્ષેત્રમાં તેની પ્રગતિ માટે આજે ત્રણ ‘ડિજિટલ ઇન્ડિયા’ એવોર્ડ મળ્યા છે. વિજયને આગળ કહ્યું કે અમને શ્રીશ્રી પોર્ટલ માટે સિલ્વર મેડલ, ડિજિટલ વર્કફોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ માટે પ્લેટિનમ એવોર્ડ અને કોટ્ટયમના જિલ્લા વહીવટ માટે ગોલ્ડ મેડલ મળ્યો છે. તેમણે લોકોને સાયબર ગુનાઓમાં વૃદ્ઘિ સામે સતર્ક રહેવાની પણ ચેતવણી આપી હતી. જે બેકિંગ ક્ષેત્રની પ્રગતિ સાથે વધી શકે છે. એમ પણ કહ્યું કે સરકારે આવા સાયબર ગુનાઓ પણ કાર્યવાહી કરવા માટે રાજય પોલીસમાં આર્થિક ગુના વિંગની રચના કરી છે.