દેશનું નામ ઇન્ડિયાને બદલે ભારત કરોઃ આણંદના સાંસદ મિતેષ પટેલ

આણંદઃ આણંદના સાંસદ મિતેષ પટેલે લોકસભા સત્ર દરમિયાન પ્રશ્નોતરી કાળમાં દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત રાખવા માટે અપીલ કરી છે. તેમણે લોકસભામાં કહ્નાં હતું કે, ભારતની આઝાદીના ૭પ વર્ષ પછી પણ આ નામમાંથી ગુલામીનો અહેસાસ થઇ રહ્ના છે. જેથી દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત રાખવામાં આવે. આપણો દેશ ભારત, ભારત વર્ષ, હિન્દુસ્તાન, આર્યાવર્ત, હિન્દ અને ઇન્ડિયા સહિતના નામથી ઓળખાય છે. અંગ્રેજોના શાસનથી ઇન્ડિયાના નામે આપણો દેશ ઓળખાવા લાગ્યો, પરંતુ આ નામથી હજી પણ ગુલામીનો અહેસાસ થઇ રહ્ના છે. વડાપ્રધાન મોદીઍ લાલ કિલ્લા પરથી ગુલામીના તમામ પ્રતિકોનો નાશ કરવાનું આહ્વાન કર્યુ હતું. આ ઉપરાંત કેટલાક આવાં પ્રતિકોનો નાશ કરી દેવાયો છે. તમામ દસ્તાવેજો પર ઇન્ડિયા નામની જગ્યાઍ ભારત અથવા ભારત વર્ષ નામનો ઉપયોગ થવાથી ગુલામીના વધુ ઍક પ્રતિકથી દેશ ધીમે ધીમે મુકત થઇ જશે. સદનના માધ્યમથી સરકારને આ નામ બદલવા માટે વિનંતી કરૂં છું તેમ સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું.