દેશની 17મી લોકસભાના સૌથી યુવાન સાંસદ તેજસ્વી સૂર્યા

0
875

ભારતની લોકસભાની ચૂંટણીના તમામ પરિણામો જાહેર થઈ ચૂક્યાચે. ભાજપે આ ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો છે. કોઈપણ સાથી પક્ષની મદદ વિના માત્ર પોતાની તાકાતના જોરે ભાજપે 30થી વધુ બેઠકો મેળવી છે, જયારે એનડીએને 350 બેઠકો મળી છે. કોંગ્રેસ તેમજ  ઉત્તરપ્રદેશના પ્રાદેશિક પક્ષોને કરુણ પરાજય થયો છે. આ લોકસબાની ચૂંટણીમાં અનેકપરિવર્તનો દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બેંગલુરુ( કર્ણાટક) ની અતિ પ્રતિષ્ઠિત બેઠક માટે આવખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે ભાજપની યુવા પાંખના કાર્યકર પ્રતિભાશીલ એટવોકેટ, પ્રભાવશાળી વક્તા 28 વરસની વયના અને સોહામણું વ્યક્તિત્વ ધરાવતા તેજસ્વી સૂર્યાને ટિકિટ આપી હતી. તેમની સામે કોંગ્રેસના મહાસચિવ બીકે હરિપ્રસાદ ચૂંટણી લડી રહ્યા હતા. તેમને તેજસ્વી સૂર્યાએ 3,31.192 મતતી હરાવીને પ્રચંડ બહુમતીથી વિજય મેળવ્યો હતો.

     સૂર્યા  બેંગલુરુમાં ભાજપાના યુવા મોરચાના પ્રદેશ મહાસચિવ છે. તેો વાસ્તવમાં કર્ણાટકના ચિકમંગલુર વિસ્તારના રહેવાસી છે. કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેકટિસ કરે છે.