દેશની ૪૦ ટકા સંપત્તિ ઍક ટકા ધનિકો પાસે છે

 

નવી દિલ્હીઃ દેશમાં અસમાનતાની ખાઇ કેટલી વધી ગઇ છે? આ મામલે ઓક્સફેમ ઇન્ટરનેશનલના ઍક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. ઓક્સફેમે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં કહ્નાં કે ભારતમાં ઍક ટકા અમીરો પાસે દેશની ૪૦ ટકા સંપત્તિ છે. બીજી તરફ વસ્તીના સૌથી ગરીબ વર્ગ પાસે ત્રણ ટકા સંપત્તિ છે. દાવેસમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમની વાર્ષિક બેઠક પહેલા ઍક દિવસ રાઇટ્સ ગ્રુપ ઓક્સેફમ ઇન્ટરનેશનલે પોતાના વાર્ષિક અસમાનતા રિપોર્ટ જાહેર કરી છે. આ દરમિયાન ઓક્સફેમ ઇન્ટરનેશનલે કહ્નાં કે જો ભારતના ૧૦ સૌથી ધનાઢ્યો પર પાંચ ટકા ટેક્સ લગાવી દેવામાં આવે તો બાળકોના સ્કૂલના અભ્યાસ માટે પૂરતા નાણાં મળી શકે છે. 

ભારતના અબજપતિઓની પૂરી સંપત્તિ વાર્ષિક બે ટકાના દરે ઍક વખત ટેક્સ લગાવવામાં આવે તો દેશમાં આગામી ત્રણ વર્ષ માટે કુપોષણથી પીડિતા બાળકોના પોષણ માટે રૂ. ૪૦૪૨૩ કરોડ પ્રાપ્ત થઇ શકે છે. દેશના ૧૦ સૌથી અમીર અબજપતિઓ પર પાંચ ટકાનો ઍક વખતનો ટેક્સ (રૂ. ૧.૩૭ લાખ કરોડ) હેલ્થ ઍન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી (રૂ. ૮૫૩૦૦ કરોડ) અને આયુષ મંત્રાલય (રૂ. ૩૦૫૦ કરોડ)ના વાર્ષિક ૨૦૨૨-૨૩ અંદાજિત ફંડથી ૧.૫ ગણો વધારે છે. 

૨૦૧૭-૨૧ દરમિયાન માત્ર ઍક અબજોપતિ ગૌતમ અદાણીના અવાસ્તવિક નફા પર વન-ટાઇમ ટેક્સ લાદવામાં આવે તો રૂ. ૧.૭૯ લાખ કરોડ ઍકત્ર થઇ શક્યા હોત. આ રકમ ૫૦ લાખથી વધુ ભારતીય પ્રાથમિક શાળાના શિક્ષકોને ઍક વર્ષ માટે રોજગાર આપવા માટે પૂરતી છે. ભારતમાં લૈંગિક અસમાનતા હજી પણ યથાવત છે. ભારતમાં જ્યાં પુરૂષ મજૂરોને ઍક રૂપિયો મળે છે. ત્યાં મહિલા શ્રમિકોને ૬૩ પૈસા મળે છે. અનુસૂચિત જાતિઓ અને ગ્રામિણ શ્રમિકો માટે આ અંતર વધારે છે. કોરોના બાદ અમીરોની સંપત્તિમાં વધારો ઓક્સેફેમે પોતાના રિપોર્ટમાં કહ્નાં છે કે જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ. ત્યારથી નવેમ્બર ૨૦૨૨ સુધી ભારતમાં અબજપતિઓની સંપત્તિમાં વાસ્તવિક રીતે ૧૨૧ ટકા ઍટલે કે રૂ. ૩૬૦૮ કરોડનો દૈનિક વધારો થયો છે. ઓક્સફેમે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વના અમીરો પર પાંચ ટકા ટેક્સ લગાવવાથી ઍક વર્ષમાં લગભગ ૧.૭ ટ્રિલિયન ડોલર ઍકત્ર થઇ શકે છે, જે લગભગ વિશ્વના બે અબજ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઇ જઇ શકે છે. વિશ્વના ઍક ટકા સૌથી ધનિક લોકોની સંપત્તિ છેલ્લા બે વર્ષમાં વિશ્વના બાકી ૯૯ ટકા લોકોની સંપત્તિ કરતાં લગભગ બમણી ઝડપથી વધી છે. ઍક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓક્સફેમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના અમીરોની સંપત્તિમાં દર રોજ ૨.૭ અબજ ડોલરનો વધારો થયો છે. બીજી તરફ વિશ્વના ૧.૭ અબજ કામદારો ઍવા દેશોમાં રહે છે જ્યાં વેતન કરતાં મોંઘવારી વધુ છે. રિપોર્ટ અનુસાર છેલ્લા ઍક દાયકામાં વિશ્વના સૌથી અમીર ઍક ટકા લોકોઍ વિશ્વભરમાં કમાયેલી કુલ સંપત્તિમાંથી અડધી સંપત્તિ કબજે કરી છે. છેલ્લા ૨૫ વર્ષમાં અમીર અને ગરીબ વચ્ચે અસમાનતા વધી છે.