દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર અમર્યાદિત આચરણનો આક્ષેપ કરાયોઃ

0
815

           સુપ્રીમ કોર્ટની એક ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ મુખ્ય ન્યાયાધીશ પર અમર્યાદિત આચરણનો આરોપ મૂક્યો છેઃ જેની તપાસ માટે સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશોની કમિટી નીમવામાં આવી છે. જે કમિટી આ આરોપની તલસ્પર્શી તપાસ કરશે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ બોબડેના નેતૃત્વમાં આંતિરક તપાસની સુનાવણી શુક્રવારે કરવામાં આવશે. જસ્ટિસ બોબડે જણાવ્યું હતું કે, મેં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રમના ને તેમજ જસ્ટિસ બેનરજીને લઈને તપાસ કમિટીની રચના કરી છે. હું આ તપાસ કમિટીનું નેતૃત્વ કરી રહયો છું. જસ્ટિસ રમના સીનિયર છે અને જસ્ટિસ બેનરજી મહિલા જજ છે એટલે તેમનો આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ પર આરોપ મૂકનારી મહિલાને નોટિસ પાઠવવામાં આવી છે. પીડિત મહિલાએ તેના સોગંદનામામાં તેની સાથે અમર્યાદિત આચરણ થયાની વાત રજૂ કરી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમના પર મૂકવામાં આવેલા આરોપને નકારી કાઢ્યા હતા.તેઓ આગામી સપ્તાહમાં કેટલાક કોર્પોરેટ અંગે સુનાવણી કરવાના છે, આથી તેમની વિરુધ્ધ આ કાવતરું યોજાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓ સુનાવણી ના કરી શકે તે માટે તેમને આ રીતે ખોટા સંડોવવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.