દેશની રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર કચરો  અને ગંદકી …સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજયપાલને ઠપકો આપ્યો – …

0
577
Reuters

દેશની રાજધાની દિલ્હીમાં ઠેર ઠેર કચરાના પહાડ ખડકાયા છે. આ કચરા અને ગંદકીએ શહેરમાં કટોકટીની પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. વહીવટીતંત્રની નીતિ અને નિષ્ક્રિયતાથી નારાજ થયેલી સર્વોચ્ચ અદાલતે દિલ્હીના ઉપરાજયપાલને ઠપકો આપ્યો છે. તેમણે આ કચરાના નિરાકરણ માટે પાયલોટ પ્રોજેક્ટ આગામી 14 ઓગસ્ટ સુધી પેશ કરવા માટે તાકીદ કરી છે. માત્ર  દક્ષિણ દિલ્હીમાંથી જ રોજ 1800 ટન કચરો એકઠો થાય છે. ઉપરાજયપાલ વતી રજૂઆત કરનારા વકીલે અદાલતને જણાવ્યું હતું કે, કચરાના નિકાલ માટે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવશે. રાજઘાટ પર જાજરુ, પીવાના પાણીની સુવિધા તેમજ સાફસફાઈ નહિ હોવાને કારણે શ્યામ નારાયણ ચોબેની જનહિત અરજી ઉપર ભૂતકાળમાં ઉચ્ચ અદાલતે સુનાવણી કરતી વેળાએ રાજઘાટ સમાધિ સમિતિ, સીપી ડબલ્યુડી  વગેરે એજન્સીઓની નિષ્ફળતાની આકરી ટીકા કરી હતી. અદાલતે ટીકા કરતાં જણાવ્યું હતું કે, એક ઘર પાસેથી કચરો ઊપાડી તેઓ બીજા ઘર પાસે કઈ રીતે ફેંકી શકે ?? નીતિ આયોગ કહે છે કે, 2019 સુધીમાં દિલ્હીમાં પાણીની તીવ્ર અછત સર્જાવાની સંભાવના છે. આવી પરિસ્થિતિમાં દિલ્હીમાં રહેવાનું અહીંના લોકો માટે જોખમકારક બની રહેશે