દેશની પ્રથમ મહિલા કેપ્ટન અભિલાષા બરાકઃ સેનાએ કર્યુ સન્માન

 

નવી દિલ્હીઃ કેપ્ટન અભિલાષા બરાકને કોમ્બેટ એવિએટર તરીકે સેનામાં સામેલ કરવામાં આવી છે. આ મુકામ પર પહોંચનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. સેનાએ તેમનું સન્માન કર્યું હતું. તાલીમ બાદ તેમને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. અભિલાષા બરાકને ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ આર્મી એવિએશન દ્વારા ૩૬ આર્મી પાઈલોટ્સ સાથે પ્રતિષ્ઠિત વિંગ્સથી નવાજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આર્મીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, યુવા એવિએટર્સ હવે કોમ્બેટ એવિએશન સ્ક્વોડ્રનમાં પોતાની પાંખો ફેલાવી રહ્યા છે. ગયા વર્ષે જૂનમાં હેલિકોપ્ટર પાઈલટની તાલીમ માટે પ્રથમ વખત બે મહિલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.  આ બંનેને નાસિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી. આર્મી અનુસાર ૧૫ મહિલા અધિકારીઓએ આર્મી એવિએશનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

હાલમાં આ મહિલાઓને એવિએશન વિભાગમાં એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ ડ્યુટીની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ હવે તે પાયલટની જવાબદારી સંભાળશે. વર્ષ ૨૦૧૮માં એરફોર્સ ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી ફાઈટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.

આર્મી એવિએશન કોર્પ્સને ૧ નવેમ્બર, ૧૯૮૬ના રોજ એક ગ્રુપ તરીકે ઉભુ રાખવામાં આવ્યું હતું. ખ્ખ્ઘ્ હવે તેના અધિકારીઓ અને સૈનિકોને સેનાના તમામ શસ્ત્રો સાથે આકર્ષીત કર્યા છે. આર્મી એવિએશન કોર્પ્સના ઉમેદવારોને નાસિકમાં કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ (CATS)માં તાલીમ આપવામાં આવે છે.