દેશની કુલ નિકાસમાં ૨૦ ટકા હિસ્સા સાથે ગુજરાત બન્યું વાઈબ્રન્ટ

 

અમદાવાદઃ બુધવારે કેન્દ્ર સરકારના નીતિ આયોગે ભારતની વૈશ્વિક બજારોમાં નિકાસને લગતું માનચિત્ર તૈયાર કર્યું તેમાં રાજ્યવાર અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતે નિકાસને બળ આપતી નીતિમાં મેદાન માર્યું છે. અલગ-અલગ પરિમાણોને આધારે અપાયેલા રેરંન્કગની સરેરાશ પ્રમાણે સૌથી વધુ ૭૫.૧૯ ગુણાંક સાથે ગુજરાત આખા દેશમાં નિકાસલક્ષી નીતિમાં મોખરે રહ્યું છે. નીતિ આયોગના આ રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશની કુલ નિકાસનો ૭૦ ટકા હિસ્સો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ અને તેલંગાણા જેવા દરિયાકિનારો અને બંદરો ધરાવતાં રાજ્યોને આભારી છે. એકલાં ગુજરાતનું તેમાં પ્રમાણ વીસ ટકા જેટલું છે જ્યારે ગુજરાતમાંથી ૧૮૦થી વધુ દેશોમાં માલની નિકાસ થાય છે. માલસામાનના પરિવહન માટે ઊભી કરાયેલી માળખાકીય સુવિધા સંદર્ભે મળેલા રેરંન્કગ પ્રમાણે પણ ગુજરાત સૌથી આગળ રહ્યું છે. ગુજરાતે સતત બે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડીફરન્ટ સ્ટેટસ ન્ચ્ખ્ઝ઼લ્ ઇન્ડેક્ષમાં -થમ સ્થાન મેળવેલું છે.

ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ મૂન્દ્રા પણ ગુજરાતમાં આવેલું છે અને તેણે વિશાળકાય કન્ટેઇનર જહાજોના આવા-ગમનથી ગુજરાતને કાર્ગો વહન કેપેસિટીમાં અગ્રીમતા અપાવેલી છે. વિશ્વની ૫૦૦ ફોરચ્યુન કંપનીઝમાંથી ૬૦ જેટલી કંપનીઓએ પોતાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કારોબાર માટે ગુજરાત પર પસંદગી ઉતારી પોતાના એકમો કાર્યરત કર્યા છે. જો કે એક્સપોર્ટર્સને ક્રેડિટ સ્વરૂપે લોન જેવી સુવિધા આપવામાં ગુજરાત ખૂબ પાછળ છે. નીતિ આયોગના રીપોર્ટ પ્રમાણે દિલ્હી આ બાબતે ૫.૩૧્રુ ગુણાંક અને હરિયાણા ૩.૩૬્રુ ગુણાંક સાથે મોખરે રહ્યા છે પરંતુ ગુજરાત આ ક્ષેત્રમાં ઘણું પાછળ રહી ગયું છે. એક્સપોર્ટ માટે રીસર્ચ અને ડેવલપમેન્ટ સંસ્થાઓની સ્થાપનામાં પણ ગુજરાત ખૂબ પછાત છે. ગુજરાતને આ મામલે માંડ ૦.૭્રુ જેટલી ટકાવારી થઇ છે.