દેશના 14 મોટા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યુંઃ માત્ર 3 રાજ્યો- ગુજરાત આંધ્રપ્રદેશ ને પશ્ચિમ બંગાળમાં પૂરેપૂરું  લોકડાઉન નથી, કેટલાક નિયંત્રણો જ છે..

 

             કોરોનાની મહામારીની બીજી લહેર ખતરનાક નીવડી એટલે લોકોને ઝડપથી કોરોનાએ પોતાના સકંજામાં લઈ લીધા, ને ટપોટપ મોત થવા માંડયા . કોઈનો ઉપાય કારગત ન નીવડ્યો.. કોરોનાની ગાઈડલાઈન્સનું – નિર્દેશનોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું. સરકાર આવનારી આફતની ભયાનકતાને સમજવામાં સદંતર નિષ્ફળ નીવડી.. અકલ્પનીય નુકસાન થયા બાદ માંડ આંખ ઉઘડી. ન પૂરતી હોસ્પિટલો, ના હોસ્પિટલોમાં પૂરતી પથારીઓની સગવડ. ના દર્દીઓ માટે ઓકસીજનની ઉપલબ્ધિ.. ઓકસીજનનો પૂરતો સપ્લાય જ નહિ.. અત્ર તત્ર  સર્વત્ર  અરાજકતા, અવ્યવસ્થા, અમાનવીયતા ને દુખ , ગમગીની, પીડા, .. લાચારી ને આક્રોશ …આ પરિસ્થિતિનું મૂલ્યાંકન તો ભવિષ્યમાં થશે જ થશે. પણ હાલમાં તો જાગેલી રાજય સરકારોએ ફટાફટ રાજ્યમાં લોકડાઉન જાહેર કરી દીધું છે. ગુજરાત, આંધ્રપ્રદેશ ને પશ્ચિમ બંગાળમાં નાઈટ કરફયુ સાથે કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર કહ્યું છે કે, દરેક રાજ્ય પોતાના રાજ્યના લોકોની પરિસ્થિતિને ચકાસીને પગલાં લે, જરૂરી હોય તો જ છેલ્લા વિકલ્પ તરીકે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવે. તેલંગાણા રાજ્યે પણ આજે 10 દિવસ માટે લોકડાઉન જાહેર કરી દીધું છે.જોકે લોકોની સુવિધા માટે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.