દેશના લોકપ્રિય શાયર રાહત ઈન્દોરીનું દુખદ અવસાન: પોતાની આસપાસ જીવાતા જીવનની ગતિવિધિ એ નીડરતાથી પોતાની શાયરીમાં અભિવ્યક્ત કરતા રહ્યા …

 

      પ્રતિષ્ઠિત શાયર રાહત ઈન્દોરીનું હાર્ટએટેકનેો કારણે અવસાન થયું હતું. 10 ઓગસ્ટની મોડી રાતે તેમને ઓરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કોરોના ટેસ્ટ પોઝિટિવ ઓવ્યો હતો.તેમની સારવાર ચાલી રહી હતી, પણ કોરોનાનું સંક્રમણ તેમના માટે જીવલેણ નીવડ્યું હતું. હિન્દી અને ઉર્દૂ ભાષા વચ્ચે સેતુ રચનારા ઉર્દૂ ભાષા અને ઉર્દૂ શાયરને ગરિમા અને ગુણવત્તા પ્રદાન કરનારા ઈન્દોરીજી એક નીડર અને સાચુકલા સર્જક હતા. પોતાને જે સાચું લાગે તે વાત તેઓ પોતાની કવિતામાં , પોતાના શેરમાં રજૂ કરતા. તેઓ ઉર્દૂના પ્રાધ્યાપક હતા. તેમણે પોતાના પ્રારંભિક જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તેમના નિધનથી તેમના લાખો પ્રશંસકો , ચાહકો શોકની લાગણી અનુભવી રહ્યા છે. ઉર્દૂ સાહિત્ય અને શાયરી, મુશાયરાના ક્ષેત્રમાં તેમના અવસાનથી બહુ મોટી ખોટ પડી છે. તેમણે જ રચેલા શેરને રજૂ કરીને ગુજરાત ટાઈમ્સ રાહત ઈન્દોરીને બા અદબ આખરી  સલામ કરે છે…

     મૈં મર જાઉં તો મેરી એક અલગ પહેચાન લિખ લેના 

     લહુસે મેરી પેશાની પે હિંદુસ્તાન લિખ લેના ….