
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે સુનીલ અરોરાની નિમણુંક કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલના કમિશનર ઓ.પી. રાવતે ચૂંટણી પધ્ધતિમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીનનું અમલીકરણ કરવાનું શરૂ કરાવ્યું હતું. જેની કાર્યક્ષમતા અને ચોકસાઈ બાબત અનેક ફરિયાદો કરવામાં આવી હતી. ચૂંટણી કમિશનની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા હતા. ઓ.પી. રાવતે કહયું હતું કે, દેશમાં કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણી એકસાથે યોજવાનું શક્ય નથી. એકસાથે ચૂંટણી યોજવી હોય તો એક વ્યવસ્થિત માળખું તૈયાર કરવું આવશ્યક છે.