દેશના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં જબરદસ્ત મંદી : માલ- સામાનની હેર- ફેરનું કામકાજ સ્થગિત થઈ ગયું છે.. 

 

      દેશનો ટ્રન્સપોર્ટ ઉદ્યોગ સાવ ઠપ થઈ ગયો છે. ટ્રન્સપોર્ટના ક્ષેત્રમાં કામ કરનારા લોકો રોજગાર વિનાના થી ગયા છે. દેશના આશરે 25 લાખ કમર્શિયલ વાહનોમાંથી માત્ર15 ટકા વાહનો જ ચાલી રહ્યો છે. દેશના હાઈ-વે પર હજારો ટ્રકો અને અને માલ- સામાનની હેર-ફેર કરતાં વાહનો કામકાજ વગરના અટકી પડ્યા છે.હાઈવે પર ઠેર ઠેર બંધ ટ્રકો ઊભેલી છે. માલ- સામાનની હેર-ફેર સદંતર બંધ જેવી જ છે. દવાઓ તેમજ જીવન- જરૂરિયાતની ચીજ-વસ્તુઓ જ મોકલવામાં આવી રહી છે. હાઈવે પર હજારોની સંખ્યામાં ટ્રકો અટકીને પડી છે. હપ્તાથી ટ્રક લોનારા લોકો લોનના હપ્તા ચુકવી શકતા નથી. ફાયનાન્સ કંપનીઓ પોતાના વાહનો પાછા માગી કબ્જે લેવાની ગોઠવણ કરી રહી છે.હાલમાં સ્ટીલ કે સિમેન્ટની કોઈ માગ નથી, એટલે ટ્રાન્સપોર્ટની સાથે સાથે એનું કામકાજ પણ બંધ થયેલું છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને જરૂરી પગલાં તાત્કાલિક લેવા  માટે સરકાર વિચાર કરે એવી માગણી કરવામાં આવી રહી છે