દેશના ગૃહપ્રધાન રાજનાથ સિંહે વિરોધ પક્ષને આપ્યો જોરદાર જવાબઃ એર- સ્ટ્રાઈકમાં કેટલા આતંકી મર્યા એ જાણવું હોય તો જાવ પાકિસ્તાન , રૂબરુ જઈને જાણી લાવો…

0
770
Photo: Facebook

ભારતનું રાજકારણ હાલમાં ગજબની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. માત્ર સત્તાને- ખુરશીને કેન્દ્રમાં રાખીને જ તમામ રાજકીય પક્ષો વર્તી રહ્યા છે. સમજણ શક્તિ , પરિપક્વકતા અને પ્રમાણિકતા- હવે ભાગ્યે જ નજરે  પડે છે. માયાવતી મમતા બેનર્જી સહિતના વિપક્ષી નેતાઓ શાસક પક્ષની સરકારને વારંવાર પૂછ્યા કરે છેઃ એર- સ્ટ્રઈકમાં ખરેખર કેટલા લોકો માર્યા ગયા એ સરકારે વિપક્ષોને જણાવવું જોઈએ,.વિપક્ષ શાસક પક્ષની દરેક વાતને શંકાની નજરે જુએ છે. આથી વારંવાર ભાજપ સરકારની નાની કે મોટી- પ્રત્યેક ઉપલબ્ધિના પુરાવા માગે છે.

 વિપક્ષ દ્વારા ભારતની એર- સ્ટ્રાઈકને મુખ્ય મુદો્ બનાવીને જે રીતે આક્ષેપ- આરોપ મૂકવામાં આવી રહ્યા છે. જે રીતે તેમની વર્તાવ કરવામાં આવી રહ્યો છે. , એર-સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના કેટલા આતંકીઓ મર્યા એનો ચોકક્સ આંકડો વિરોધ પક્ષો જાણવા માગે છે. તાજેતરમાં ગૃહપ્રધાન રાજનાથ સિંહે આસામમાં એક પરિયોજનાનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, જૈશ- એ. મોહમ્મદ – આતંકી સંગઠનના પ્રશિક્ષણ – કેન્દ્ર પર ભારતના એરફોર્સ દ્વારા એર- સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા. નેશનલ ઈન્ડસ્ટ્રીયલ સંશોધન સંગઠન- એનટીઆરઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતે કરેલા હુમલા અગાઉ આસ્થલ પર આશરે 300 જેટલા મોબાઈલ ફોન એકટિવ હતા. શું એનો ઉપયોગ કોઈ વૃક્ષો થોડા કરવાના હતા..વળી આજે નહિ તો કાલે, મરેલા આતંકીઓની સંખ્યા જાણવા મળી જ  જશે. જો કોંગ્રેસ ખરેખર જાણવા ઈચ્છતી જ હોય તો એ કેટલા આતંકી મર્યા છે… તેમને જરૂર જવાબ મળી જશે.