દેશના કેન્દ્રીય મંત્રાલયે ગતિવિધિ ફરીથી શરૂ કરવા સંબંધિત  પાંચમા ચરણના દિશા- નિર્દેશ જાહેર કર્યાઃ 

 

       કોરોનાની મહામારી હજી સમાપ્ત નથી થઈ. કોરોનું સંક્રમણ હજી ચાલુ છે. દેશના કેટલાક શહેરોમાં કોરોનું સંક્રમણ ઘટી રહ્યું છે, દર્દીઓ સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ આ મહામારી હજી પૂરેપૂરી કાબૂમાં આવી નથી. જનજીવનની ગતિવિધિ રાબેતા મુજબની થાય એ માટે સરકાર ચાંપતી નજરે પ્રયાસો કરી રહી છે. ભાંગી પડેલી અર્થ- વ્યવસ્થાને ઠેકાણે લાવવા, ધંધા- રોજગારને વેગ આપવા વિવિધ પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે. કન્ટેનમેન્ટ ઝોનની બહારના ક્ષેત્રોમાં 15 ઓકટોબરથી સિનેમા હોલ, મલ્ટી પ્લેકસ, તેમજ સિંગલ થિયેટરોને અડધી ક્ષમતાએ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. શિક્ષણ સંસ્થાઓને 15 ઓકટોબર બાદ ખોલવાના નિર્ણય રાજ્ય અને કેન્દ્રશાિસત પ્રદેશોના વિવેક પર છોડવામાં આવ્યો છે. મનોરંજન પાર્ક, સ્વીમિંગ પુલ, વગેરેને 15 ઓકટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેના માટેની માર્ગદર્શિકા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવશે. કંપનીઓના સ્તર પર યોજાતા પ્રદર્શનો પણ શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દેશભરના કન્ટેનમેન્ટ ઝોનમાં પૂરેપૂરી બંધી 31 ઓકટોબર સુધી લાગુ રહેશે. સાળાઓ 15 ઓકટોબરથી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનને અનુસરીને શાળાઓ ખુલ્લી મૂકવામાં આવે એવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here