દુબઈ પહોંચેલા બીએપીએસના વડા મહંતસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

0
1795

 


બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા ગુરુ મહંતસાવામી મહારાજની યુનાઈટેડ આરબ એમિરેટસ- યુએઈની ધર્મયાત્રાનો ગુરુવારે શુભારંભ થયો હતો. દુબઈ પહોંચેલા મહંતસ્વામી મહારાજનું વિમાની મથકે ભવ્ય સ્વાગત કરવામાંઆવ્યું હતું. રાજવી કુટુંબના વરિષ્ઠ સભ્ય તેમજ યુએઈના મંત્રી શેખ નહ્યાન મુબારક અલ નહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું. મહંતસ્વામી સંયુક્ત આરબ અમીરાતની 11 દિવસની ધર્મયાત્રાએ ગયા છે. યુએઈમાં મહંતસ્વામી મહારાજનું સ્ટેટ ગેસ્ટ તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. અતિ સરલ અને શાંત પ્રકૃતિના મહંતસ્વામી મહારાજ બીએપીએસની આધ્યાત્મિક પરંપરાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે. વિશ્વના સંખ્યાબંધ દેશોમાં બીએપીએસના સુંદર મંદિરો છે. જેમાં ભારતીય સંસ્કૃતિ, વિચારધારા તેમજ સ્વામીનારાયણ ધર્મના મૂલ્યો અને સંસ્કારોનો પ્રસાર કરવામાં આવે છે.