દુબઈ આજથી ફરી ધમધમી ઊઠ્યુઃ હવે દુબઈમાં ફરી પાછી ચહેલ- પહેલ શરૂ થશે. 

 

       કોરોનાને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો હવે લગભગ કાઢી નાખવામાં આવ્યા છે. કોરોનાને કારણે દુબઈ સૂમસામ બની ગયું હતું. બે મહિના સુધી મલ્ટીપ્લેકસ, મોલ, હોટેલો, રેસ્ટોરન્ટ બંધ રખાયા હતા. પણ હવે બધું ખુલવા માંડ્યું છે. દરેક જણે સોશ્યલ ડિસ્ટન્સ પાળવું જ પડશે. માસ્ક પહેરવો પડશે. 12વર્ષથી  નીચેના બાળકો અને 60 વર્ષથી ઉપરની વયના વૃધ્ધોને મોલમાં પ્રવેશ નહિ મળે,મોલનો સમય સવારના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે. જો કે હજી શાળા- કોલેજ ખોલવામાં નથી આવી. દુબઈમાં તમામ પ્રકારના વ્યવસાયો, રિટેલ સ્ટોર,જિમ, સ્વીમિંગ પુલ, ડોકટરોની કલીનિકો, સિનેમાઘરો ખોલવાનોઆદેશ કરાયો છે. જે લોકો કોરોના સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરશે તેમને સખત દંડ કરવામાં આવશે.