દુનિયામાં સૌપ્રથમ રશિયાએ લોન્ચ કરી કોરોનાની રસી

 

નવી દિલ્હીઃ કોરોનાની રસીની દોડમાં રશિયા સૌથી આગળ નીકળી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મંગળવારે મોટી જાહેરાત કરી કે તેમના દેશે કોરોના વાઇરસની પહેલી રસી બનાવી લીધી છે. વ્લાદિમિર પુતિને દાવો કર્યો કે આ દુનિયાની પહેલી સફળ કોરોના વાઇરસ રસી છે જેને રશિયાના આરોગ્ય મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે. એટલું જ નહીં પુતિને કહ્યું કે તેમની પુત્રીને પણ રસી અપાઈ છે. સમાચાર એજન્સી ખ્જ્ભ્ની જાણકારી મુજબ આ વેક્સિનને મોસ્કોના ગામેલ્યા ઈનિ્સ્ટટ્યૂટે ડેવલપ કરી છે. મંગળવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનને સફળ ગણાવી. આ સાથે જ વ્લાદિમિર પુતિને જાહેરાત કરી કે રશિયામાં જલ્દી આ વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસીના ડોઝ બનાવવામાં આવશે. 

પુતિને જણાવ્યું કે તેમની પુત્રીને પણ કોરોના વાઇરસ થયો હતો. ત્યારબાદ તેને આ રસી આપવામાં આવી અને થોડીવાર માટે તેનું તાપમાન વધ્યું પરંતુ હવે બિલકુલ ઠીક છે. અત્રે જણાવવાનું કે દુનિયામાં હાલ કોરોના વાઇરસની રસી બનાવવાની અનેક ટ્રાયલ ચાલી રહી છે. ષ્ણ્બ્ના જણાવ્યાં મુજબ લગભગ ૧૦૦થી વધુ વેક્સિન બનાવવા પર કામ ચાલે છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઈઝરાયેલ, ચીન, રશિયા અને ભારત જેવા દેશ સામેલ છે. ભારતમાં કોરોના વાઇરસની રસી હજુ હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં છે. આ રસી બનાવવાનું બીજું સ્ટેજ છે. હવે જો રશિયા તરફથી કરાયેલી જાહેરાત સાચી સાબિત થાય અને ષ્ણ્બ્ તરફથી આ રસીને મંજૂરી મળી જાય તો દુનિયાભર માટે આ રાહતના સમાચાર બની શકે છે. જો રશિયામાં કોરોના વાઇરસની સ્થિતિની વાત કરીએ તો અહીં લગભગ નવ લાખ લોકો કોરોનાથી અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે. રશિયામાં પંદર હજારથી વધુ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. રશિયા એ દેશોમાં સામેલ છે જ્યાં કોરોના વાઇરસના સૌથી વધુ ટેસ્ટ કરાયા છે. રશિયાના પ્રધાનમંત્રી ઉપરાંત કેબિનેટના  કેટલાક અન્ય સભ્યો પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યાં હતાં.