દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટઃ WHO

 

જિનેવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે કહ્યું કે, કોવિડ-૧૯નો નવો વેરિયન્ટ ડેલ્ટા વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ ૧૦૪ દેશો સુધી પહોંચી ગયો છે. તે ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનું સૌથી પ્રબળ સ્વરૂપ બનવાની આશંકા છે. ટેડ્રોસે કહ્યું કે, સંક્રમણના કેસ અને તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે, ૧૦ સપ્તાહ સુધી કેસમાં ઘટાડો થયા બાદ આ પ્રકારે કેસ વધવાથી ચિંતા વધી ગઇ છે.

ટેડ્રોસે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાછલો સપ્તાહ એવો ચોથો સપ્તાહ હતો જ્યારે વિશ્વમાં કોવિડ-૧૯ના કેસ વધવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો. તેમણે કહ્યું કે, ડબ્લ્યુએચઓના ૬ ક્ષેત્રોમાં એક સિવાય અન્ય તમામમાં કેસ વધ્યા છે. ૧૦ સપ્તાહ સુધી કેસ ઘટડ્યા બાદ આ પ્રકારે કેસ વધવાથી ચિંતા વધી ગઇ છે. નવો ડેલ્ટા સ્વરૂપ દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેનાથી સંક્રમણના કેસ અને તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી રહી છે. ડેલ્ટા હવે ૧૦૪ દેશોમાં ફેલાઇ ગયો છે અને ટૂંક સમયમાં તે દુનિયામાં સૌથી પ્રબળ સ્વરૂપ બનવાની આશંકા છે.

ડબ્લ્યુએચઓના પ્રમુખે કહ્યું કે, કોવિડ-૧૯ સતત બદલી રહ્યો છે અને વધુ સંક્રમિત થતો જાય છે. ટેડ્રોસે કહ્યું કે, આજે મારો સંદેશ એ છે કે આપણે એક બગડતી જાહેર સ્વાસ્થ્ય ઇમરજન્સી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જે આગળ જઇને જીવન, આજીવિકા અને વૈશ્વિક આર્થિક સુધાર માટે ખતરો બની શકે છે.  તેમણે ભાર મૂક્યો કે, વૈશ્વિક મહામારીનો સામનો કરવા દુનિયાને એક સાથે આવવું પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here