દુનિયામાં અત્યારસુધીમાં એક કરોડ, 22 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમણ પામ્યા છે,

 

       જેમાંથી કુલ 71 લાખ, 11 હજાર અને 437 લોકો કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આવી માહિતી સત્તાવાર સમાચાર સૂત્રોએ આપી હતી. 

       કોરોનાને કારણે કુલ 5 લાખ, 53 હજાર, 451 લોકોનાં મૃત્યુ થયાં છે. જો કે જાપાનમાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે. એમ્યુઝમેન્ટ પાર્ક ખોલી નાખવામાં આવ્યા છે. પાર્કની મુલાકાત લેનારા લોકોને તાકીદ કરવામાં આવી છેકે તેઓ ધાંધલ – ધમાલ ન મચાવે. રોલર કોસ્ટરની રાઈડ લેનારા લોકોને તેમનું મોઢું બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. 15 જુલાઈથી પેરિસમાં થીમ પાર્ક પર્યટકો માટે ખોલી દેવામાં આવશે. પાર્કમાં સાફ- સફાઈનું કામ ચાલી રહ્યું છે. સોશ્યલ ડિસ્ટસીંગ રાખવા માટે પાર્કમાં ઠેર ઠેર નિશાનીઓ મૂકવામાં આવી રહી છે. ગત માર્ચ મહિનામાં કોરોનાને કારણે આ પેરિસનો મશહૂર થીમ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો હતો.