દુનિયાભરમાં ‘જિનિયસ’ ફિલ્મનું ગીત ‘તેરા ફિતૂર’નું પાગલપન

હિમેશ રેશમિયાનું રોમેન્ટિક મ્યુઝિક, અરિજિત સિંહનો મદહોશ કરનારો અવાજ અને બોલીવુડનો નવો સિતારો ઉત્કર્ષ શર્માના અભિનયે ગીત ‘તેરા ફિતૂર’નું પાગલપન સમગ્ર દુનિયામાં ફેલાવ્યું છે. ગીતના શબ્દો સંગીતકાર હિમેશ રેશમિયા અને કુમારે લખેલા છે, જે તમારા દિલને સ્પર્શશે. આ ગીતમાં ઉત્કર્ષ પોતાની પ્રેમિકા ઈશિતા તરફ આકર્ષતો દેખાશે. કોલેજ લેબમાં જ્યારે ઉત્કર્ષની નજર ઈશિતા પર પડે છે ત્યારે તે તેનો દીવાનો થઈ જાય છે અને તેને દરેક જગ્યાએ ઈશિતા જ નજરે ચડે છે. ટિપ્સ મ્યુઝિક, અનિલ શર્મા અને દીપક મુકુટ દ્વારા બહાર પડાયેલા ફિલ્મ જિનિયસનું રોમેન્ટિક ગીત ‘તેરા ફિતૂર’ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ગીતની કોરિયોગ્રાફી આદિલ શેખે કરી છે. આ ફિલ્મથી અનિલ શર્મા પોતાના પુત્ર ઉત્કર્ષ શર્માને લોન્ચ કરી રહ્યા છે. આથી તેમણે આ ફિલ્મની પાછળ જબરજસ્ત પ્રચાર કર્યો છે. આ ફિલ્મ 24મી ઓગસ્ટે રિલીઝ થશે.