દુનિયાભરમાં કોરોનાના અંત માટે ભિન્ન ભિન્ન વિચારો – મત- અનુમાનો રજૂ કરવામાં આવી રહ્યા છે…લોકો કોરોનાની સમાપ્તિની ઉત્કંઠા અને આશા સાથે રાહ જોઈ રહ્યા છે..

 

 તાજેતરમાં યુકેની એક સંસ્થાએ કરેલા સર્વેક્ષણમાં જઆણવા મળ્યું હતું કે, મોટાભાગના લોકો માની રહ્યા છેકે, આગામી ત્રણ મહિના સુધીમાં- ઓગસ્ટ મહિના સુધીમાં કોરોનાનો અંત થઈ જશે. મે, જૂન અને જુલાઈમાં ભારતમાંથી કોરોના વિદાય લેશે એવું 50 ટકાથી વધુ ભારતીયો માની રહ્યા છે. વિશ્વના કેટલાક દેશોના લોકો એનું માને છે કે, કોરોનાનો જલ્દી અંત નહિ થાય .કોરોનાનોઆખરી તબક્કો કદાચ વધુ ખતરનાક નીવડશે. કોરોનાને સદંતર ખતમ થતાં લાંબો સમય લાગી શકે છે. અમૈેરિકા , ઈટલી, ફ્રાંસ સહિત કેટલાક દેશોમાં કોરોનાનું સંક્રમણ તેમજ કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ખાસ્સી વધારે છે. અમેરિકામાં કોરોના અંગે જે પ્રકારની સાવચેતી અને તે રોકવાના ઉપાયો , પ્રતિબંધક પગલાં તેમજ સારવાર- આ દરેક બાબતે અમેરિકા નબળું પુરવાર થયું છે. સરકારની ઢીલી અને બિનઅસરકારક કામગીરીને કારણેજ અનેક લોકો કોરોનાના ભોગ બની ગયા હતા. અમેરિકાની સરખામણીએ ભારતના વહીવટીતંત્રે લીધેલાં પગલાંની સમગ્ર વિશ્વના લોકો અને નેતાઓનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા- WHO પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના વિષયક કામગીરીની મુકતકંઠે પ્રસંસા કરે છે.