દુનિયાની ‘હોટેસ્ટ વીમેન’ ટોપ 100માં પાંચમી વાર સ્થાન મેળવતી પ્રિયંકા ચોપરા

બોલીવુડની લોકપ્રિય અને જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ દુનિયાની હોટેસ્ટ વીમેન ટોપ 100માં પાંચમી વાર સ્થાન મેળવ્યું છે. આ અગાઉ પ્રિયંકાએ 2011, 2013, 2016 અને 2017માં સ્થાન મેળવ્યું છે. આ સામયિક મેક્સિમએ પ્રિયંકાની પ્રશંસા કરતાં લખ્યું છે કે પ્રિયંકા પાસે જબરજસ્ત ટેલેન્ટ, બુદ્ધિ અને સૌંદર્ય છે. વિશ્વમાં પ્રિયંકાના કરોડો ફોલોઅર્સ છે, જે હંમેશાં પ્રિયંકાના સમર્થનમાં હોય છે. આ સામયિક ઇન્ટરનેશનલ મેગેઝિન છે, જેનો પ્રથમ અંક 1995માં પ્રકાશિત થયો હતો. પાંચમી વાર મેક્સિમ સામયિકના ટોપ 100 હોટેસ્ટ વીમેનની યાદીમાં સ્થાન મેળવવું ગૌરવસમાન છે.