દુનિયાના સૌથી વધુ આવક ધરાવનારા રમતવીરોની સૂચિમાં ભારતની ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું નામ સામેલ

0
1067

અમેરિકાના જામીતા મેગેઝિન ફોર્બ્સે હાલમાં દુનિયાના સૌથી વધુ આવક ધરાનનારા 100 રમતવીરોની યાદી પ્રગટ કરી હતી. જેમાં ભારતની ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું નામ સામેલ કરવામાં આવ્યું છે. તેઓ 83માં સ્થાને છે. વરસ દરમિયાન આશરે એક હજાર નવસો તેર કરોડ રૂપિયાની કમાણી કરનારા અમેરિકાના બોકસર ફલોઈડ મેવેદર કાબિજે સૂચિમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉપરોક્ત યાદીમાં જણાવ્યા અનુસાર, કપ્તાન વિરાટ કોહલીની કુલ વાર્ષિક આવક 24 મિલિયન ડોલર ( 161 કરોડરૂપિયા) છે. જેમાં  4 મિલિયન ડોલર કોહલીના પગાર અને પુરસ્કારના છે અને 20 મિલિયન ડોલર જાહેખબરો દ્વારા થયેલી આવકના છે. આ સૂચિમાં સ્થાન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય ક્રિકેટર છે.