દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા જેફ બેઝોસ

નવી દિલ્હીઃ ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે લાંબા સમયથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન મેળવ્યુ હતુ. જોકે હવે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા નથી. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ આ ધનવાનોની લિસ્ટમાં પહેલા સ્થાને આવી ગયા છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પાસે અત્યારે 200 અબજ ડોલરની સંપત્તિ છે અને આ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનવાન બિઝનેસમેન અને ધનવાન વ્યક્તિ બની ગયા છે. જોકે જેફ બેઝોસની સંપત્તિમાં પણ 500 મિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે, પરંતુ તેમની કુલ નેટવર્થ 200 બિલિયન ડોલર પર છે જે ઈલોન મસ્કની કુલ સંપત્તિ કરતા વધુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં જેફ બેઝોસે પોતાની સંપત્તિ 23.4 બિલિયન ડોલર વધારી દીધી છે જ્યારે ઈલોન મસ્કની નેટવર્થ આ વર્ષે 31.3 બિલિયન ડોલર ઘટી છે. ગ્લોબલ બજારોમાં ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે અને જેના કારણે ઈલોન મસ્કની નેટવર્થમાં કુલ 17.6 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. ટેસ્લાના શેરોની કુલ મૂડી ઘટવાના કારણે ઈલોન મસ્કની નેટવર્થ ઘટીને 200 બિલિયન ડોલરથી નીચે જઈ પહોંચી. અત્યારે 198 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ઈલોન મસ્ક બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં બીજા સ્થાને પહોંચી ગયુ છે.
નેપાળના રાજકારણમાં ગરમાવોઃ પ્રચંડે પૂર્વ વડા પ્રધાનની પાર્ટી સાથે કર્યું જોડાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here