દુનિયાના આ દેશોમાં નથી કોરોનાનો કહેર

 

નવી દિલ્હીઃ દુનિયાના કેટલાક દેશોમાં હાહાકારા મચાવનાર કોરોનાનો વાઇરસ અમુક દેશોની સરહદને પાર નથી કરી શક્યો. હાલ વિશ્વમાં ૧૮૦ દેશોમાં કોરોના પહોંચી ગયો છે. જોકે ઉત્તર કોરિયા સહિત કેટલાક નાના ટાપૂ જેવા દેશો કોરોનાના સંક્રમણથી અળગા રહ્યા છે. આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે ઉત્તર કોરિયાની સરહદ ચીન સાથે જોડાયેલી છે છતાંય ત્યાં કોરોનાનો કોઇ કેસ નોંધાયો નથી. દુનિયા આખી કોરોના સામે ઝઝૂમી રહી છે ત્યારે ઉત્તર કોરિયા મિસાઇલ ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. તે સિવાય પણ તઝાકિસ્તાન, કોમોરોસ, દક્ષિણ સુદાન, યમન જેવા દેશોમાંથી કોરોનાની કોઇ માહિતી અત્યાર સુધી આવી નથી. ઉત્તરકોરિયા જેવા અન્ય દેશો પણ છે કે જ્યાં સિંગલ ડીજીટમાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે જેમ કે ચાડમાં પાંચ, ફિઝીમાં પાંચ, નેપાળમાં પાંચ, ભૂતાનમાં ચાર, નિકારગુઆમાં ચાર, બેલિઝમાં ત્રણ, બોત્સવાનામાં ત્રણ દર્દીઓજ નોંધાયા છે. ભારતની વાત કરીએ તો અહીં કોરોનાના કેસોમાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. વિશ્વના કેટલાક દેશોની હાલત એકદમ ખરાબ છે.