દીપીકા પાદુકોણેનું વેક્સ સ્ટેચ્યુ લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાશે


લંડનસ્થિત મેડમ તુસાદ મ્યુઝીયમમાં બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દીપીકા પાદુકોણેનું વેક્સ સ્ટેચ્યુ મુકવામાં આવશે. લંડન અને નવી દિલ્હીમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમમાં ટૂંક સમયમાં દીપીકાનું વેક્સ સ્ટેચ્યુ જોવા મળશે. દીપીકાએ બ્રિટીશ કેપિયલમાંથી એક ફેસબુક લાઇવ વીડીયોમાં આ માહિતી આપી હતી. હાલ દીપીકા લંડનમાં છે અને તેના સ્ટેચ્યુ માટે મેઝરમેન્ટ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીપીકાએ લંડનસ્થિત મેડમ તુસાદ મ્યુઝિયમમાંથી પોતાના ચાહકો સાથે લાઇવ ફેસબુક ચેટ કરીને તેમના સવાલોના જવાબો આપ્યા હતા. મેડમ તુસાદ મ્યુઝિયમના નિષ્ણાત કલાકારોની ટીમ લંડનમાં દીપીકાને મળી હતી. તેમણે ઓથેન્ટીક લાગે તેવું સ્ટેચ્યુ બનાવવા દીપીકાના 200 મેઝરમેન્ટ અને ફોટોગ્રાફ્સ લીધા હતા. થોડા સમયમાં દીપીકાનું સ્ટેચ્યુ તૈયાર થઇ જશે અને આ મ્યુઝિયમમાં સ્થાન મેળવનાર દીપીકા દસમી ભારતીય સેલિબ્રિટી બનશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન, કેટરીના કૈફ વગેરે સેલિબ્રિટીના સ્ટેચ્યુ લાગેલા છે.