દીપિકા-રણવીર સિંહનાં લગ્નમાં મોબાઇલ લાવવાની મંજૂરી નહિ મળે

દીપિકા પાદુકોણે અને રણવીર સિંહનાં લગ્ન આ વર્ષે 20મી નવેમ્બરે ઇટાલીમાં માલ્ટા ટાપુ પર યોજાશે. આ લગ્ન થતાં અગાઉ વધુ એક કારણસર ચર્ચામાં છે. આ બન્ને કલાકારોની નજીકનાં સૂત્રોએ દાવો કર્યો છે કે આ બન્નેનાં લગ્ન દરમિયાન કોઈ સેલિબ્રિટીને પોતાનો મોબાઇલ ફોન લાવવાની મંજૂરી નહિ મળે. અખબારી અહેવાલો મુજબ, દીપિકા અને રણબીરે પોતાના મિત્રો અને સહકલાકારોને વિનંતી કરી છે કે તેઓ લગ્નમાં મોબાઇલ લઈને ન આવે. અમે સોશિયલ મિડિયા પર તસવીરો મૂકવાનાં છીએ. ડેસ્ટિનેશન વેડિંગ હોવાના કારણે આ ફંક્શનમાં ફક્ત ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સોનમ-આનંદ આહુજાનાં લગ્નની તસવીરો-વિડિયો ખૂબ વાઇરલ થયાં હતાં, આના પરથી બોધપાઠ લઈને રણવીર-દીપિકાએ આ નિર્ણય કર્યો હોય તેમ લાગે છે.