દીપિકા બાદ હવે દિયા મિર્ઝાનું નામ સામે આવતા બોલિવુડમાં સન્નાટો

 

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત હત્યા કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ અનેક બોલિવુડ સ્ટારની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની તપાસમાં શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, અને રકુલ પ્રીત સિંહના નામ સામે આવ્યા બાદ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. હવે બોલિવુડની વધુ એક મોટી અભિનેત્રી NCB રડાર પર છે. લગભગ ૪૦ વર્ષની આ અભિનેત્રીએ એક કે બે હિટ ફિલ્મો આપેલી છે. ૨૦૦૫ અને ૨૦૦૬ના દાયકાની આ અભિનેત્રી દિયા મિર્ઝા છે. 

NCB સૂત્રોના જણાવ્યાં મુજબ ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર્સ અનુજ કેસવાની અને અંકૂશની પૂછપરછ બાદ અભિનેત્રી દિયા મિર્ઝાના નામનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ સેલિબ્રિટી મેનેજર દ્વારા જ ડ્રગ્સની ખેપ આ અભિનેત્રી સુધી પહોંચતી હતી. 

સૂત્રોનું કહેવું છે કે વર્ષ ૨૦૧૯માં આ અભિનેત્રી દ્વારા ખરીદવામાં આવેલી ડ્રગ્સની ચોક્કસ જાણકારી અને પુરાવા ફ્ઘ્ગ્ને મળ્યા છે. અભિનેત્રી માટે તેના સેલિબ્રિટી મેનેજરે ડ્રગ્સ પેડલર્સે એક કે બેવાર મીટિંગ પણ કરી હતી. 

સૂત્રોનું માનવું છે કે આવનારા દિવસોમાં પહેલા સેલિબ્રિટી મેનેજર અને ત્યારબાદ અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. જ્ત્ય્ નંબર ૧૬/૨૦માં દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. કહેવાય છે કે હવેના સમયમાં દિયા મિર્ઝાને NCB મુંબઈ ટીમ સમન્સ પાઠવી શકે છે. 

જયા સાહાએ શ્રદ્ધા કપૂર માટે આ ખાસ CBD ની વ્યવસ્થા કરી હતી

NCB પૂછપરછમાં જયા સાહાએ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીની પૂછપરછ દરમિયાન અધિકારીઓએ જ્યારે જયાને તેની ચેટ બતાવીને સવાલ જવાબ કર્યા તો તેણે જણાવ્યું કે અભિનેત્રી શ્રદ્ધા કપૂર માટે તેણે CBD ઓઈલની વ્યવસ્થા કરી હતી. 

જયાએ CBD ઓઈલ શ્રદ્ધા માટે ઓનલાઈન મંગાવ્યું હતું. આ બાજુ નમ્રતા શિરોડકરની ચેટ વિશે જયાએ જણાવ્યું કે ચેટ તેની જ છે પરંતુ તેને આ ચેટ વિશે બહુ યાદ નથી. આ ઉપરાંત તેણે સ્વીકાર્યું કે સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, ફિલ્મ મેકર મધુ માંટેના વર્મા, અને પોતાના માટે પણ CBD ઓઈલ મંગાવ્યું હતું. અત્યાર સુધી ડ્રગ્સ માટે કોઈ પણ પેડલર સાથે સંપર્ક હોવાની વાતનો જયાએ ઈન્કાર કર્યો છે. તેનું કહેવું છે કે નશાના આ સામાનની વ્યવસ્થા તેણે ઓનલાઈન કરી હતી. 

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનની તપાસમાં રોજેરોજ ખુલાસા થઈ રહ્યા છે. બીડ અને અન્ય ડ્રગ્સ બાદ હવે NCB પૂછપરછમાં નશા માટે જાણીતી હસ્તીઓના CBD ઓઈલના ઉપયોગનો ખુલાસો થયો છે. અત્રે જણાવવાનું કે CBD એ ડ્રગ છે જે ભારતમાં પ્રતિબંધિત છે