દીપિકા પાદુકોણેએ સ્વાસ્થ્યને હાનિકારક ઠંડા પીણાની જાહેરાતની ઓફર નકારી


બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણેએ એક ઠંડા પીણાની જાહેરખબર ન સ્વીકારી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વાસ્થ્યને હાનિકારક હોય તેવી કોઈ પણ ચીજવસ્તુની જાહેરાત કરવાનો દીપિકાએ ઇનકાર કરીને પોતાના ચાહકોનાં દિલ જીતી લીધાં છે.
દીપિકા લોકપ્રિય અભિનેત્રી છે અને તેની પાસે મોટા ભાગની બ્રાન્ડની જાહેરાતોની ઓફર આવતી રહે છે. દીપિકાને હાલમાં જ એક કોલ્ડ ડ્રિન્કની જાહેરાતની ઓફર મળી હતી.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં દીપિકાએ આ કોલ્ડ ડ્રિન્કની જાહેરાત કરી હતી. કંપની આ કરારને આગળ વધારવા માગતી હતી, પરંતુ હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રમોટ કરી રહેલી દીપિકાએ નિર્ણય કર્યો કે તે એવા કોઈ કોલ્ડ ડ્રિન્કને પ્રમોટ કરવા માગતી નથી, જે સ્વાસ્થ્યને હાનિકારક હોય.