દિશા વાકાણી ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં ક્યારે પાછાં આવશે?

સબ ટીવી પર આવતો કોમેડી શો તારક મેહતા કા ઉલટા ચશ્મામાં દયાના રોલથી જાણીતાં અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી ટીવી શોમાં આવતાં નથી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી મેટરનિટી લીવ પર ગયેલાં દિશા વાકાણી ક્યારે આ શોમાં પાછાં આવશે તે નક્કી નથી. દિશાએ ઇન્સ્ટાગ્રામમાં એક ફોટોગ્રાફ પોસ્ટ કરતાં લખ્યું છે કે મને આ શોમાં પાછાં આવવાનું ગમશે. દરેક જણ મને આ શોમાં પાછાં આવવાનું કહે છે. જોકે પરિસ્થિતિ અત્યારે અનુકૂળ નથી. દિશાએ 30મી નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો.