દિશા પટણીનું નસીબ ચમક્યુંઃ સલમાન ખાનની ‘ભારત’માં એન્ટ્રી

નવોદિત અભિનેત્રી દિશા પટણીનું નસીબ ચમક્યું છે. દિશાએ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં સારી શરૂઆત કરી હતી. આ પછી ‘બાગી-ટુ’માં પણ ટાઇગર શ્રોફ સાથે અભિનય આપ્યો હતો. આ ફિલ્મે પણ બોક્સ-ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. આ બન્ને ફિલ્મોની સફળતાથી દિશા ખુશ છે અને આ ખુશીમાં વધારો થાય તેવી બાબત એ છે કે દિશા પટણી અલી અબ્બાસ ઝફરની 2019માં રમઝાન ઈદ વીકમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ભારત’માં સલમાન ખાન સાથે ચમકશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે દિશા પટણી પણ ચમકશે. ફિલ્મનું શૂટિંગ જુલાઈથી શરૂ થશે.
અલી અબ્બાસ ઝફર કહે છે, આ ફિલ્મની શરૂઆત 1947માં થાય છે અને 2000ના દાયકામાં તેની વાર્તાનો અંત આવે છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર અને ભારત દેશની યાત્રા એકસાથે રજૂ કરાઈ છે. 1960ના દાયકાના સેટ-અપમાં સલમાન-દિશાની જોડી ચમકશે. આ કેરેક્ટર સુંદર અભિનેત્રી ભજવે તેવી અમારી ઇચ્છા હતી.